ન્યૂયોર્કમાં મંગળવારે ભારતના કેન્દ્રીય વિદેશ મંત્રી એસ.જયશંકરે એશિયા સોસાયટીના કાર્યક્રમમાં જમ્મૂ કાશ્મીર મુદ્દે પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. જયશંકરે કહ્યું કે ભારતને પાકિસ્તાન સાથે વાત કરવામાં કોઇ સમસ્યા નથી પરંતુ અમે ટેરરિસ્તાન સાથે વાત ન કરી શકીએ. તેમણે કહ્યું, પાકિસ્તાન એક એવો દેશ છે જેણે કાશ્મીર મુદ્દા માટે આતંકવાદનો એક આખો ઉદ્યોગ નિર્માણ કર્યો.