કોરોના મહામારી વચ્ચે એક માત્ર રામ બાણ ઇલાજ કોરોના વેક્સિન માનવામાં આવે છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ડ્રાઇવ થ્રુ વેક્સિન અભિયાન શરૂ કરાયું છે. પોતાના પ્રાઇવેટ વાહનમાં આવો અને વેક્સિન લઇ જતા રહો. આ અભિયાનથી કોરોના સંક્રમણ અટકશે. તેમજ લોકો સરળતાથી પોતાના જ વાહનમાં બેસી કોરોના વેક્સિન લઇ શકે છે. સરદાર પટેલ સ્ટેડિયમ નવરંગપુરા ખાતે બે દિવસથી આ અભિયાન ચાલી રહ્યું છે. જેમા એક જ દિવસમાં એક હજારથી વધુ લોકોએ વેક્સિન લીધી હતી. અમદાવાદીઓનો બહોળો પ્રતિસાદ મળતા એએમસી દ્વારા થલેતજ વિસ્તારમાં આવેલ ડ્રાઇવ સિનેમા ખાતે ડ્રાઇવ થ્રુ વેક્સિન શરૂ કરવામાં આવી છે. વહેલા સવારથી લોકોએ પોતાના વાહનો સાથે લાંબી લાઇનો લગાવી હતી. અમદાવાદીઓ એએમસીનાઆ અભિયાનથી ખુબ ખુશ જોવા મળ્યા હતા.