સરકારે ભારે માલ વાહનો અને પેસેન્જર મોટર વાહનો માટે રજિસ્ટર્ડ ટેસ્ટિંગ સ્ટેશન (એટીએસ)માં ફરજિયાત ફિટનેસ ટેસ્ટિંગ કરાવવાની તારીખ ૧૮ મહિના વધારી એક ઓક્ટોબર, ૨૦૨૪ કરી છે.
આ અગાઉ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલય (એમઓઆરટીએચ)એ જણાવ્યું હતું કે ભારે વાહનો અને પેસેન્જર મોટર વાહનો માટે એટીએસમાં ફિટનેસ ટેસ્ટિંગ કરાવવું એક એપ્રિલ, ૨૦૨૩થી ફરજિયાત થઇ જશે.