ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ મિનિસ્ટર નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર સરકાર દિલ્હી અને મુંબઈ વચ્ચે એક એક્સપ્રેસવે બનાવાવના પ્રોજેક્ટ પર કામ કરી રહી છે. આ રસ્તો એવા વિસ્તારમાં પસાર થશે જે ઓછા વિકસિત હશે. દિલ્હી અને આસપાસના વિસ્તાર માટે ઈસ્ટર્ન પેરિફિરલ એક્સપ્રેસ વે ઉપરાંત દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે બનશે જેનું ટુંક સમયમાં વડાપ્રધાન મોદી ઉદ્ધાટન કરશે.