સુપ્રીમ કોર્ટના 5માં સીનિયર જસ્ટિસ ઈન્દિરા બેનર્જી 4 વર્ષથી વધુ સમય સુધી પદ પર રહ્યા બાદ શુક્રવારે નિવૃત થઈ ગયા હતા. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, આગામી દિવસોમાં વધુ મહિલાઓની SCમાં જસ્ટિસ તરીકે નિમણૂક કરવામાં આવે. જસ્ટિસ બેનર્જીએ કહ્યું કે, તે ફરીથી પોતાને સ્વતંત્ર અનુભવી રહી છે કારણ કે, એક જસ્ટિસનું જીવન બલિદાનથી ભરેલું હોય છે. તેમણે પોતાના જીવનમાં અનેક વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે. તેમણે એ વાતનો સ્વીકાર કર્યો કે, કાયદાકીય વ્યવસાયમાં આવવું એ એક સંયોગ હતો. જસ્ટિસે કહ્યું કે, જો મારા પિતા જીવિત હોત તો કદાચ જ હું જસ્ટિસ બનવાનો સ્વીકાર કર્યો હોત. તેઓ મોટા ભાગે મને જજ બનવાની વાત કહેતા હતા પરંતુ હું દરેક વખતે ઈનકાર કરી દેતી હતી.