કોરોના વાઈરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોને સમગ્ર વિશ્વમાં હડકંપ મચાવી દીધો છે. આવા સમયમાં દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ ચેતવણી આપી છે કે ઓમિક્રોન સ્વરૂપ સામે કોરોના વિરોધી હાલની રસીઓ અસરકારક સાબિત ન થવાની આશંકા છે. બીજીબાજુ થાણેના એક ઘરડાંઘરમાં કોરોનાની રસીના બંને ડોઝ લેવા છતાં વૃદ્ધો સહિત ૭૦થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
દિલ્હીની એઈમ્સના ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વાઈરસના નવા સ્વરૂપ ઓમિક્રોનના સ્પાઈક પ્રોટીન ક્ષેત્રમાં ૩૦થી વધુ પરિવર્તનો થયા હોવાનું જણાયું છે. નવા સ્વરૂપમાં 'ઈમ્યુનોએસ્કેપ મિકેનિઝમ' વિકસવાની સંભાવના છે, જેથી તેની સામે કોરોનાની રસીની અસરકારકતા ઘટી શકે છે. પરિણામે ભારતમાં હાલમાં ઉપયોગમાં લેવાતી કોરોના વિરોધી રસીઓ સહિતની રસીઓની અસરકારક્તાનું ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે.