કોરોના વાયરસના કેસમાં ઘટાડાને કારણે લોકોને ઘણી રાહત મળી છે. આવી સ્થિતિમાં ઘણા રાજ્યોમાં કોરોના નિયમોમાં ઢીલ આપવામાં આવી રહી છે. ત્યારે હવે મહારાષ્ટ્ર બાદ હરિયાણામાં પણ માસ્ક પહેરવાથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ રાજ્યમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર 500 રૂ. નો દંડ હતો. બીજી તરફ DDMAએ પણ દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર દંડ ન વસૂલવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં જાહેર સ્થળો પર માસ્ક ન પહેરવા પર 500 રૂ. નો દંડ હતો. DDMAના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દંડ પાછો ખેંચી લેવાનો અર્થ એ નથી કે લોકો માસ્ક પહેરવાનું બંધ કરી દે, કોરોનાના નિયમોનું પાલન કરવું જોઈએ.