કોરોના વાયરસના કારણે સર્જાયેલા આ કપરા સમયમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વીજ ગ્રાહકોને આર્થિક રાહત આપતો નિર્ણયો કર્યા છે. જે અનુસાર રાજ્યની તમામ વીજ વિતરણ કંપનીના વીજ ગ્રાહકોને માર્ચ-એપ્રિલ માસના વીજ બિલ ભરવાની મુદત 30મી મે 2020 સુધી લંબાવી આપવામાં આવી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ, દુકાનદારો અને ઉદ્યોગોને આર્થિક રાહત આપવા એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યના આવા તમામ એલ.ટી ગ્રાહકોને તેમના એપ્રિલ માસના વીજબીલમાં ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ ભરવામાંથી મુક્તિ આપવામાં આવશે.
CM રૂપાણીએ રાજ્યમાં એચ.ટી ગ્રાહકોના સંદર્ભમાં એવો નિર્ણય કર્યો છે કે લોકડાઉન દરમિયાન આવા જે વીજ ગ્રાહકોનો વીજ વપરાશ અગાઉના 3 મહિનાના એવરેજ વપરાશના 50 ટકા કરતાં ઓછો છે તેમને ફિક્સ ચાર્જ, ડિમાન્ડ ચાર્જમાંથી એપ્રિલ માસના બિલમાં મુક્તિ આપવામાં આવશે.
જો કે આ મુક્તિ બેંક, ટેલિકોમ કંપનીઓ, પેટ્રોકેમિકલ કોમ્પલેક્ષ, રિફાઈનરી અને ડેરી તેમજ હોસ્પિટલના કિસ્સામાં લાગુ પડશે નહીં.