એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ - EDએ આજે મોટી કાર્યવાહી કરી છે. EDએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા સહિત અન્ય લોકોની સંપત્તિ જપ્ત કરી છે. દિલ્હી લિકર કૌભાંડ મામલે 52.24 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ કૌભાંડમાં મનીષ સિસોદિયા ઉપરાંત અમનદીપ સિંહ ઢલ્લ, રાજેશ જોશી, ગૌતમ મલ્હોત્રા અને અન્ય લોકો સામેલ છે.