બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના જાખેલ ગામમાં તળાવના ખોદકામ દરમિયાન અસંખ્ય મૂર્તિઓ મળી આવી છે .મોટી સંખ્યામાં મૂર્તિઓ મળી આવતા જ મજૂરો તાત્કાલિક તંત્રને જાણ કરી હતી. જોકે મૂર્તિઓ કયા દેવિદેવતાઓની તે મામલે લોકોમાં ભારે કુતૂહલ સર્જાયું છે.
કાંકરેજ તાલુકાના જાખેલ ગામે તળાવમાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું. મજૂરોના ખોદકામ દરમિયાન અચાનક પથ્થરની મૂર્તિઓ મળી આવી છે. પથ્થરની આઠ જેટલી ખંડિત મૂર્તિ મળી આવતા જ મજૂરોએ કોન્ટ્રાક્ટર અને સ્થાનિક તંત્રને જાણ કરી હતી. આ બનાવની જાણ થતા જ આજુબાજુમાં રહેતા લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જો કે મૂર્તિઓ કયા દેવી-દેવતા હશે તે હજી જાણી શકાયું નથી. પરંતુ પ્રાથમિક દૃષ્ટિએ જૈન ધર્મની આ મૂર્તિઓ હોવાનું લોકો માની રહ્યા છે આ મામલે હજુ તંત્રના અધિકારીઓ પણ ફરક્યા નહોતા.