નવરાત્રિના પ્રારંભ સાથે જ શહેરમાં ગરબામય માહોલ જોવા મળી રહ્યો છે.જોકે સ્કૂલો તેમજ એમ.એસ.યુનિવર્સિટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ગરબા પછી તરત જ એટલે કે 14 ઓકટોબરથી પરીક્ષાઓનો પ્રારંભ થવાનો છે.હજારો વિદ્યાર્થીઓને ગરબે ઘૂમવાની સાથે પરીક્ષાની તૈયારી કરવાનો વારો પણ આવ્યો છે.
એમ.એસ.યુનિવર્સિટીના સૂત્રોનું કહેવું છે કે, કોમર્સ સહિત વિવિધ ફેકલ્ટીઓમાં તા.14થી ઈન્ટરનલ, પૂરક કે પછી એટીકેટીની પરીક્ષા શરુ થશે.કોમર્સમાં 14 ઓક્ટોબરથી એફવાય,એસવાયની મીડ સેમેસ્ટર પરીક્ષા લેવાશે.જ્યારે એફવાયમાં બીજા સેમેસ્ટરમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા તો નવરાત્રિ દરમિયાન જ એટલે કે તા.8 ઓક્ટોબરથી લેવાશે.