સીબીએસઈ બાદા ગુજરાત શિક્ષણ બોર્ડે પણ સરકારની મંજૂરી બાદ ધો.૧૦માં બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત એમ બે પ્રકારના પેપરો લાગુ કરી દીધા છે. જે સાથે હવે આગમી માર્ચ ૨૦૨૨ની બોર્ડ પરીક્ષામાં જુદા જુદા બે પેપરોની પરીક્ષા લેવાશે જો કે ગણિતનું પાઠય પુસ્તક અને સ્કૂલોમાં ભણાવવાની પદ્ધતિ એક જ રહેશે.
સીબીએસઈ દ્વારા ધો.૧૦માં બે વર્ષ પહેલા સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિત એમ બે વિકલ્પ લાગુ કરી દેવામા આવ્યા છે.સીબીએસઈ બાદ ગુજરાત સરકારે પણ આ પદ્ધતિનો અમલ શરૃ કરવા માટે એક એક્સપર્ટ કમિટી રચી હતી અને આ મુદ્દે બોર્ડની શિક્ષણ સમિતિની બેઠકોમાં પણ ચર્ચા કરવામા આવી હતી.કમિટી અને બોર્ડના સભ્યોનાી ભલામણોને પગલે સરકારે હવે ગુજરાત બોર્ડમાં પણ ધો.૧૦માં ગણિતના બે પેપરોની પદ્ધતિ લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.જો કે હંમેશની જેમ આ બાબતમાં પણ સરકારે સ્કૂલો શરૃ થયાના દોઢ મહિના બાદ નિર્ણય લઈને હવે જાહેરાત કરી છે. આ જ નિર્ણય સ્કૂલો શરૃ થયા પહેલા જાહેર કરવાની જરૃર હતી.