ગુજરાતમાં LRD ભરતી મુદ્દે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં બિન અનામત વર્ગ અને અનામત વર્ગ આંદોલન કરી રહ્યો છે. બન્ને વર્ગોની વિભિન્ન માંગણીઓના કારણે સરકાર ઘેરાયેલી છે. ત્યારે હાલ ગુજરાત વહીવટી સેવા માટેની વર્ગ-1 (GPSC), ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ-1ની 23 ફેબ્રુઆરીએ યોજાનારી, 8 માર્ચે યોજાનારી ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2ની તથા 15 માર્ચે યોજાનારી ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. હવે મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખ ફરીથી જાહેર કરાશે.