2 કરોડ વિદ્યાર્થીઓ અને 14 લાખ શિક્ષકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. PM મોદીનો લોકપ્રિય કાર્યક્રમ ‘પરીક્ષા પે ચર્ચા (PPC) 2024’નું આયોજન આજે 29 જાન્યુઆરી 2024એ ભારત મંડપમ, પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે, પરીક્ષા પર ચર્ચા કાર્યક્રમ, મારી પણ પરીક્ષા છે.