અમદાવાદના શાહીબાગના શહીદ સ્મારક ખાતે પૂર્વ સૈનિકો વિવિધ 15 જેટલી માગને લઇને આંદો કરી રહ્યાં છે. ત્યારે પૂર્વ સૈનિકો અને શહિદના પરિવારજોનો પણ આંદોલનમાં જોડાયાં છે.
જેમાં શહીદ જવાનોના પરિવારને એક કરોડની સહાયની માગ કરવામાં આવી છે. જ્યારે પૂર્વ સૈનિકોને ખેતી માટે જમીન અને પ્લોટ આપવાની માગ અને કોન્ટ્રાકટ પદ્ધતિ નાબૂદ કરવા સહિતની માગ કરાઇ છે.
આંદોલન કરી રહેલા પૂર્વ સૈનિકો તેમજ શહીદ પરિવારજનો તરફથી માગ કરવામાં આવી કે પૂર્વ સૈનિકોને ભરતી પ્રક્રિયામાં છૂટછાટ આપી અને 10 ટકા ભરતી પૂર્વ સૈનિકોની કરવી. શહીદ જવાનના પરિવારના એક સભ્યને સરકારી નોકરી અને શહીદ જવાનની પત્નીને પેન્શનની પણ માગ કરાઇ છે.