લોકસભાની ચૂંટણી પહેલા પક્ષ પલટો કરનાર ગોવા રબારીને લોટઋ લાગી છે. કોંગ્રેસ સાથે વર્ષો જૂનો સબંધ તોડી અને ભાજપમાં જોડાયેલા નેતા ગોવા રબારીને ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જ્યારે વાઇસ ચેરમેન તરીકે અરજણભાઇ પટેલની વરણી કરવામાં આવી હતી. ભાજપે ગોવાભાઈ રબારીને મેન્ડેડ આપતા ડીસા માર્કેટ યાર્ડના નવા ચેરમેન તરીકે તેઓની વરણી કરવામાં આવી હતી.