બરોડા મેડિકલ કોલેજ સહિત રાજયની ૨૫૦ બેઠકો ધરાવતી મેડિકલ કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષે એમબીબીએસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીને ૧૦ ટકા EWS નો લાભ આપવામાં આવે નહી તેવો નિર્ણય તાજેતરમાં ગાંધીનગર ખાતે એડીશનલ ડાયરેકટર મેડિકલ એજયુકેશન એન્ડ રીસર્ચની આગેવાની હેઠળની મળેલી મિટીંગમાં લેવાયો હતો.
કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાંજ ૧૦ ટકા આર્થિક રીતે પછાત લોકોને નોકરી અને પ્રવેશમાં લાભ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજય સરકાર દ્વારા કેન્દ્રના આ નિર્ણયનો અમલ તાત્કાલીક રીતે લાગુ કરશે તેવી જાહેરાત કરી અમલ માટેની કાર્યવાહીનો પ્રારંભ કર્યો હતો. પરંતુ નિયમોની ગુંચના લીધે તાજેતરમાંજ પીજી (અનુસ્નાત કોર્ષ)માં ૧૦ ટકા આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની સુવિધાનો અમલ બરોડા મેડિકલ કોલેજમાં થઇ શકયો ના હતો.