સુપ્રીમ કોર્ટે EVM-VVPAT ને મેચ કરવાની માગ કરતી અરજીઓ પર મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ મામલે સુપ્રીમકોર્ટે તમામ અરજીઓ ફગાવતાં કહ્યું કે આવું કરવાની કોઈ જરૂર જ નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મતદાન બાદ 45 દિવસ સુધી ઈવીએમ સુરક્ષિત રખાશે.
સુપ્રીમ કોર્ટે આજે વોટર વેરિફાઈડ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT)ની સાતે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનો (EVM)માં પડેલા વોટોની 100 ટકા વેરિફિકેશનની માગણી કરતી પર અરજી પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે તમામ અરજીઓ ફગાવી દીધી છે અને સૂચવ્યું હતું કે ચૂંટણી પંચે ભવિષ્યમાં VVPAT સ્લિપમાં બાર કોડ પર પણ વિચાર કરવો જોઈએ. આ સાથે બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ પણ ફગાવી દેવામાં આવી હતી. સુપ્રીમકોર્ટે તેના ચુકાદામાં વધુમાં કહ્યું કે ચૂંટણીના પરિણામ આવી ગયાના 7 દિવસ સુધીમાં ઉમેદવારો તપાસની માગ કરી શકશે અને તેના માટે જે કંઈ ખર્ચ આવશે તો તે ઉમેદવારે ભોગવવાનો રહેશે. આ સાથે સુપ્રીમકોર્ટે સ્પષ્ટતા કરી હતી કે વીવીપેટની તમામ સ્લિપ સાથે ઈવીએમને મેચ નહીં કરવામાં આવે.