આસામના કરીમગંજ ખાતેથી એક બિનવારસી કારમાંથી ઈવીએમ મળી આવવા મામલે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારી પાસેથી એક વિસ્તૃત રિપોર્ટની માંગણી કરી છે. ઈવીએમ મળી આવ્યા બાદ તે વિસ્તારમાં રાજકીય તણાવ વધ્યો છે. કરીમગંજના કનિસૈલ ખાતે એક બોલેરો કારમાંથી ઈવીએમ મળી આવ્યું હતું અને તે ગાડીમાં કોઈ નહોતું.
પ્રાથમિક તપાસમાં તે ગાડી પાથરકાંડી ચૂંટણી ક્ષેત્રના ભાજપના ઉમેદવાર કૃષ્ણેંદુ પાલની હોવાનું સામે આવ્યું છે. લોકો દ્વારા કરવામાં આવેલી ફરિયાદ બાદ ચૂંટણી અધિકારીઓ ગાડી પાસે પહોંચ્યા ત્યારે ત્યાં કોઈ મતદાન અધિકારી, ચૂંટણી પંચનો કોઈ કર્મચારી ઉપસ્થિત નહોતો કે બાદમાં પણ તેનું કોઈ દાવેદાર સામે નહોતું આવ્યું.