રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ 'હિંદુ' છે અને તમામ ભારતીયોનો ડીએનએ સમાન છે. તેમણે કહ્યું કે પૂજા કરવાની રીત બદલવાની જરૂર નથી, કારણ કે તમામ રસ્તાઓ એક જ જગ્યાએ લઈ જાય છે. છત્તીસગઢના સુરગુજા જિલ્લાના મુખ્યમથક અંબિકાપુર ખાતે સ્વયંસેવકો (સંઘના સ્વયંસેવકો)ના એક કાર્યક્રમને સંબોધતા તેમણે કહ્યું કે વિવિધતામાં એકતા એ ભારતની વર્ષો જૂની વિશેષતા છે. દુનિયામાં હિન્દુત્વ નામનો એક જ વિચાર છે જે બધાને સાથે લઈને ચાલવામાં માને છે.