રસોઈ બનાવતી વખતે ઘણી ખરો ખ્યાલ રાખવો જોઈએ અને બધી સામગ્રી રસોડામાં નીચે જમીન પર અથવા તો પ્લેટફોર્મ ઉપર પણ પડતી હોય છે. જેનાથી જમીન ચીકણી થઇ જાય છે. અને તેના પર ચાલવાથી તે પગમાં ચોંટવાથી આખું ઘર ખરાબ થાય છે. અહીં ગૃહિણીઓને ઉપયોગી થાય તેવી કિચન સાફ રાખવાની થોડી ટીપ્સ આપી છે. જેનાથી ગૃહિણીઓને ચોક્ક્સ મદદ થશે.
- રસોઇ બનાવતા પહેલા તથા પછી ગેસને સાફ કરવાનું ના ભૂલશો. ગેસને સાફ કરવા માટે એક અલગ સ્વચ્છ કપડું રાખો.
- શાક સમારી તેનો કચરો ડસ્ટબિનમાં નાખવાથી તેના પર મચ્છર-માખી નહીં બેસે.
- પરિવારના દરેક સભ્યને જમ્યા બાદ ખાધેલી થાળી કે પ્લેટ સિન્કમાં રાખવાની આદત પાડવી.
- સિન્કમાં રાખેલા વાસણોમાંથી એંઠવાડ કાઢી લેવો, જેથી પાઇપમાં કચરો ભરાઇ ન જાય.
- એંઠા વાસણોને પાણીથી પલાળીને રાખવા, જેથી લાંબા સમય સુધી પડ્યા રહે તો પણ વાંધો નહીં.
- રસોડામાં કંઈક ઢોળાઈ જાય તો તરત જ સાફ કરો.
- ભોજન બાદ ડાઇનિંગ ટેબલ તરત જ લૂસી નાખો.
- છરી અને બટર-નાઈફના નપરાશ બાદ તરત જ ધોઇ નાખવા.
- નાસ્તાના પેકેટને બંધ ડબામાં મૂકો. જેથી ઝીણા વાંદા કે જીવડાં તેના પર ફરે નહીં.
- દાળ,મસાલા કે લોટના ડબ્બામાં વસ્તુ ખલાસ થઇ જાય તો ધોઇને તડકામાં સુકવીને નવું ભરો.
- ભોજન બાદ રસોડા અને ડાઇનિંગ રૂમમાં ફિનાઇલનું પોતું કરવું.
- રસોડું અને વાસણ ધોવાનો સાબુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત રાખવો, જેથી ચીકાશ ન રહે.
- કિચન કેબિનેટને મહિને એક વખત સાફ કરવા.