દિલ્હી સરકારએ યૂનાઇટેડ કિંગડમથી દિલ્હી આવનારા યાત્રીઓ માટે નિર્દેશ જારી કર્યા છે. હવે 31 જાન્યુઆરી સુધીમાં જે પણ યાત્રીઓ યૂકેથી દિલ્હી આવશે, તેમને 14 દિવસ સુધી ક્વૉરન્ટીન રહેવું પડશે. દિલ્હી સરકારે આ નિર્ણય કોરોના વાયરસનાં નવાં સ્ટ્રેનનાં વધતા સંક્રમણને જોતા કર્યો છે. આપને યાદ અપાવી દઇએ કે, કેન્દ્ર સરકારે યૂકે આવતી જતી તેની ફ્લાઇટ્સ પર એક અઠવાડિયાની રોક લગાવી દીધી છે. અને તે બાદ પછી ત્યાંથી હવાઇ યાત્રીઓને મંજૂરી આપવામાં આવી છે. પહેલી જ ફ્લાઇટમાં આવેલાં મુસાફરોમાં ત્રણ યાત્રીઓ નવાં સ્ટ્રેન (New Strain)થી સંક્રમિત મળ્યાં. હવે કેજરીવાલ સરકારે સંક્રમણને રોકવાનાં ઉપાય મુજબ યૂકેથી આવનારા દરેક યાત્રીઓને અનિવાર્ય રૂપથી 14 દિવસ માટે ક્વૉરન્ટીનમાં મોકલવાની તારીખ 31 જાન્યુઆરી સુધી વધારી દીધી છે.