ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF)ના વડા ક્રિસ્ટાલિના જ્યોર્જિવાએ ચેતવણી ઉચ્ચારી છે કે વૈશ્વિક અર્થવ્યવસ્થાનો એક તૃતીયાંશ ભાગ, 2023ના વર્ષે મંદીમાં સપડાયેલો રહેશે. અમેરિકા, યુરોપિયન યુનિયન અને ચીનમાં મંદીના કારણે વર્ષ 2022 કરતાં 2023નું વર્ષ વધુ મુશ્કેલ રહેશે. રવિવારે પ્રસારીત થયેલા મીડિયા રિપોર્ટ અનુસાર, આઈએમએફ દ્વારા વૈશ્વિક અર્થતંત્રનો ત્રીજો ભાગ મંદીમાં સંપડાવાની ધારણા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે જે દેશો મંદીની ઝપેટમાં નથી તેઓ પણ ત્યાંના કરોડો લોકોને મંદી જેવું અનુભવશે.