Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

હર્ષ-ઉલ્લાસ સાથે જીવવા માટે  સૂઝ કેળવવી પડે છે જો આપણે સુઝ પૂર્વક જીવનને સુવાળું બનાવવાની કોશિશમાં રહીએ તો એક દિવસ ચોક્કસ પરિણામ મળે છે પણ તેના માટે આપણે ભીતરથી સજાગ  રહેવું પડે છે. માણસ જીવનને જેવી રીતે સમજે છે તેવી રીતે આકાર પામે છે. જીવનનું અસલી સુખ ક્યાં છે  તેની શોધમાં માણસ સતત દોડ્યા કરે છે. જીવનની લગામ માણસનાં હાથમાં હોય છે તેની ચોક્કસ દિશા તેણે જાતે નક્કી કરવાની હોય છે   તેની લગામમાં સુખ, દુઃખના સોપાનો હોય છે. 

મનોવિજ્ઞાનિક એરિફ ફ્રોમે ‘ધ ફીઅર ઓફ ફ્રીડમ’ નામનું વિશ્વ પ્રસિધ્ધ પુસ્તક લખ્યું છે. ગુજરાતી ભાષામાં ‘શાણો સમાજ’ કરીને અનુવાદ કાન્તિ શાહે કર્યા છે. આ સુવિખ્યાત પુસ્તકમાં લખ્યું છે કે સુખ જન્મે છે સર્જનાત્મક જીવનના અનુભવમાંથી, અને જગત સાથે આપણને સાંકળતી પ્રેમને સમજણની આપણી શક્તિઓના ઉપયોગમાંથી વાસ્તવિકતાના અંતસ્તલને સ્પર્શવામાં સુખ રહેલું છે. આપણી જાતને ઓળખવામાં તથા બીજાઓ સાથેની આપણી એકતા અને બીજાઓ સાથેની આપણી ભિન્નતા ઓળખવામાં સુખ રહેલું છે. સુખ એ તો તીવ્ર આંતરિક પ્રવૃત્તિની અવસ્થા છે. અને આપણી જાત સાથેના તેમજ જગત સાથેના સર્જનાત્મક સંપર્કમાંથી નીપજતી, પાંગરતી ચેતના શક્તિની અનુભૂતિ છે. આપણી આજુબાજુ વિસ્મય સપનું કોતરાતું હોય છે. સુખનો અર્થ સફળ થવું તે નથી. સુખનો અર્થ જીવનના મૂલ્યોનું અજવાળું થાય તે છે. સફળતાની ઝંખનામાં આખે-આખો જીવનનો અર્થ ધૂળ ધાણી થઈ જાય છે. જો તમે એમ ધારતા હોં કે જીવનનું સુખ બહારની દુનિયામાં છે. તો બિલકુલ ખોટી વાત છે. માણસની અંદર વિશાળ દુનિયાને પ્રગટતી જ્યોતિ આપી શકે તેવી નદી ખળખળ વહે છે. તે વહેણ જાણવા માટે ગહન માટે રીતે પુર્ણતાનો અનુભવ કરવો પડે છે. નિદા ફાઝલીની એક ગઝલ છે તેનો સારાંશ બહુઅર્થી છે. 

સિતારોં કો કરેં રોશન, હવાઓ કો ગતિ દે દૈં,
લબોં કો મુસ્કુરાહટ, અખંડિયોં કો રોશની દે દૈં,
સડક પર ડોલતી પરછાઈયો કો જિંદગી દે દૈં,
ખુદા ખામોશ હૈ, તુમ આઓ તો તખલીફો હો દુનિયા,
મૈં ઈતને સારે કામોં કો અકેલા કર નહીં સકતા

દુઃખને સુખમાં જાતે જ તબદિલ કરવાનું હોય છે. જીવન જીવવા માટે નવી કેડી કંડારવાની જણાય ત્યારે  નવી કેડી કંડારવી પડે છે. માણસને જીવનમાં એક એવરેસ્ટ નક્કી કરી રાખવું જોઈએ. નક્કી કરેલા એવરેસ્ટ સુધી પહોંચવામાં મહેનત કરવી પડે છે તેમાંથી આનંદ પ્રાપ્ત થશે. આપણી આજુબાજુ બધું બદલાતું દેખાય છે એટલે જીવનના માર્ગમાં નાની મોટી મુશ્કેલી આવતી રહે છે પરંતુ આપણે જીવનને નવો આયામ આપવા માટે સતત મથતાં રહેવું જોઈએ જો તમારામાં થોડી ધીરજ, થોડી શાંતિ અને વિચાર કરવાની આવડત હશે તો તમે ઘણી બધી આફતોમાંથી બહાર આવી શકશો. માણસ પાસે અદ્ભૂત શક્તિઓ પડી છે. કેટલીક વખત જીવનનો ફેંસલો નિર્ણય શક્તિ પર આવીને ટકે છે. ખેડૂત પણ પાકની ઋતુ પ્રમાણે ફેરબદલી કરતો હોય છે તેવી રીતે જીવનમાં ઘણી વખત બદલાવ લાવવો પડે છે. 

એઈલીન કેડીને કહેલું કે જીવન જીવતી વેળાએ તમારા ધોરણો ઊંચા રાખો, જેટલા વધુ ઊંચા ધોરણ તેટલું વધુ સારું. તમે જે કાંઈ કામ હાથમાં લો તે વિશે બેદરકાર કે બેફામ ન બનો. હંમેશા પુર્ણતામાં શ્રેષ્ઠ એ જ ધ્યેય હોવું જોઈએ. દેખીતી રીતે ત્યાં પહોંચવાનું અશક્ય લાગે તો પણ ત્યાં સુધી પહોંચવાનો, ત્યાં સુધી લંબાવાનો પ્રયત્ન કરતા જ રહો. તમે જે કામ હાથ પર લીધું હોય તેને  પૂર્ણ કરીને દમ લો. સતત કોશિશ કરતા રહેવું તેમાં સફળતાનું સૂત્ર છે. જે લોકો કોશિશ કરતા કોશિશ કરતા થાકતા નથી તે માણસો કોઈ દિવસ હારતા નથી. કોશિશ એ તમારા જીવનનો ‘પાવર’ છે.

લગભગ આજથી 2500 વર્ષ પહેલાં ભારતનાં ઈતિહાસમાં ચાણક્યએ  અમૂલ્ય રાજનીતિ વિશે સૂત્રોની વિશ્વને ભેટ આપી. તે પોતાની ચાણક્યનીતિમાં લખે છે કે, ‘‘ કામ કરનાર માણસને ગરીબાઈનો ભય રહેતો નથી. ઓછું બોલનાર માણસને ઝગડાનો ભય રહેતો નથી. અને જીવન પ્રત્યે સજાગ રહેનારા માણસને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. જીવનને તપસ્યાના કુંડમાં તપાડે તો માણસ પોતાની શક્તિને યોગ્ય દિશામાં વિકસાવી શકે છે.’’

ખરેખર તો માણસે  સંયમપૂર્વક જીવન પસાર કરવું જોઈએ. જો સંયમપૂર્વક જીવન જીવવામાં આવે તો તમે મુક્તિનો અનુભવ કરશો. જો માણસ પોતાના જીવનની શરત સ્વીકારે નહીં તો જીવન કેવી રીતે સારી રીતે પસાર કરી શકે. માણસ ઘણી વખત જીવે છે પરંતુ જીવનથી વાકેફ થતો નથી. જીવનથી વાકેફ હોવું એટલે  કંઈ દિશા તરફ ગતિ કરવી તેનો ખ્યાલ હોવો, સંયમપૂર્વક જીવશો તો ખુશીના બારણા ખુલતા જશે. જો તમારામાં સંયમ જેવા શોભાશીલ ગુણ હશે તમે  કોઈ દિવસ અંદરથી તૂટશો નહીં અને જીવનમાં આપોઆપ આગળ વધશો. જીવન એ તો એક પ્રકારે વાવણી કરતા રહેવાનું ખેતર છે.. જીવનનો રંગ કયો રંગ ખાનામાં ભરવો તે તમારે વિચારવું રહ્યું...

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ