વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતમાં પહલગામમાં આતંકી હુમલાના સંદર્ભમાં કહ્યું કે, માત્ર મારું જ નહીં દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે. આતંકીઓએ પહલગામમાં કુંઠિત કાયરતા દર્શાવી છે. જમ્મુ-કાશ્મીરમાં શાંતિ અને વિકાસની ગતિમાં અવરોધો ઊભા કરવા માટે આતંકીઓએ આ હુમલો કર્યો હતો, પરંતુ કોઈને છોડવામાં નહીં આવે. આખી દુનિયા ભારત સાથે છે. પહલગામના પીડિતોને ન્યાય મળશે, તેમ વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું.