જામનગરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં રાજ્યકક્ષાની કોર કમિટીના સભ્યો આજે તા 17 એપ્રિલના રોજ સવારે જામનગર કલેકટર કચેરી ખાતે ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. જે બાદ સીએમ રૂપાણીએ મીડિયા સમક્ષ મહત્ત્વની વાતો કરી હતી. જેમાં તેમણે રેમડેસિવીર ઇન્જેક્શનના ઉત્પાદન, બેડ (corona bed) વધારવાની વ્યવસ્થા અંગે વાત કરી હતી. આ સાથે તેમણે કુંભ મેળામાંથી પરત ફરતા લોકને આઇસોલેટ (isolate) કરવાના નિર્દેશ આપ્યાની પણ વાત કરી હતી.