યોગી સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આવતીકાલથી દરેક સરકારી ઓફિસમાં 50 ટકા સ્ટાફ કામ કરી શકશે. સોશ્યિલ ડિસ્ટન્સિંગની સાથે સુરક્ષા ઉપાયોનું પણ ધ્યાન રાખવામાં આવશે અને સાથે કર્મચારીએ ફોનમાં આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરવાનો રહેશે. આ તમામ બાબતોની સાવચેતી સાથે આવતીકાલથી લાંબા સમય બાદ ઓફિસો કાર્યરત થશે.
કોરોના સંકટને પહોંચી વળવા દેશમાં લૉકડાઉન ચાલુ છે. જો કે લોકડાઉનના ચોથા તબક્કામાં જનતાને ઘણી સુવિધા આપવામાં આવી છે. કોરોનાની સાથે સરકારોએ દેશના અર્થતંત્રને પાટા પર રાખવા માટે કામ કરવું પડ્યું હતું. આ જ રીતે હવે ઉત્તર પ્રદેશની યોગી સરકાર તરફથી એક નવો આદેશ આવ્યો છે જેના આધારે સોમવારથી રાજ્યની તમામ સરકારી કચેરીઓ 50 ટકા કર્મચારીઓ સાથે ખોલવામાં આવશે.