વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એ વાતનો સંકેત આપ્યો છે કે ભારતની અર્થવ્યવસ્થા અપેક્ષા કરતાં ઘણી વધારે ઝડપથી પાટા પર પરત ફરી રહી છે. તેઓએ કહ્યું કે ભારત સરકારે હાલના દિવસોમાં લેબર લૉ, કૃષિ કાયદા અને મેન્યૂફેક્ચરિંગ સેક્ટરમાં જે પ્રકારના ફેરફાર કર્યા છે તેના કારણે આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થામાં મોટા ફેરફાર જોવા મળશે. પીએમ મોદીએ કહ્યું કે, કોરોના વેક્સીન (Corona Vaccine)ને લઈ હાલના સમયમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. હું ભારતના દરેક નાગરિકને જણાવી દઉં કે કોરોનાની વેક્સીન દરેકને ઉપલબ્ધ કરાવવામાં આવશે અને કોઈ પણ તેનાથી વંચિત નહીં રહી જાય.