કેન્દ્રીય આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને શુક્રવારે જણાવ્યું હતું કે, ટૂંકસમયમાં દેશના દરેક નાગરિક માટે કોરોનાની રસી વાસ્તવિકતા બની જશે. સરકારે કોરોના વેક્સિનના સંભવિત લાભાર્થીઓની માહિતી ટ્રેક કરવા માટે નવું કોવિડ પ્લેટફોર્મ શરૂ કરી દીધું છે અને તેમને ઇલેક્ટ્રોનિક સર્ટિફિકેટ અપાઇ રહ્યાં છે. આગામી થોડા દિવસમાં આપણે પબ્લિક અને પ્રાઇવેટ સેક્ટરમાં જેમને કોરોના સંક્રમણનું જોખમ વધુ છે તેમને પ્રાથમિકતા સાથે નાગરિકોને રસી આપવામાં સક્ષમ બની જઇશું. સરકારે આ અંગેની યોજના જાહેર કરી જ દીધી છે.
હર્ષવર્ધને જણાવ્યું હતું કે, વડા પ્રધાન મોદીએ પાંચ મહિના પહેલાં રસીકરણ માટે નેશનલ એક્સપર્ટ ગ્રૂપની રચના કર્યા પછી અમે તૈયારીઓ શરૂ કરી દીધી હતી.