હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે આજે નૈઋત્યના ચોમાસાનુ કેરાલામાં આગમન થયુ છે. સવારે 11 વાગ્યે ચોમાસુ કેરાલાના તટ પર પહોંચ્યુ હતુ. આ વખતે ચોમાસુ નિયત સમય કરતા ત્રણ દિવસ મોડુ આવ્યુ છે.
હવામાન વિભાગે આ પહેલા 31 મેના રોજ ચોમાસાના આગમનની આગાહી કરી હતી.જોકે ત્રણ દિવસથી કેરાલામાં પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો હતો પણ આજે હવામાન વિભાગના કહેવા પ્રમાણે સત્તાવાર રીતે ચોમાસુ કેરાલામાં પહોંચી ચુક્યુ છે. હાલમાં કેરાલામાં વરસાદના આગમનના પગલે ઠંડક પ્રસરી છે અને જોરથી વરસાદ પણ તેજ છે. કેરાલાના તટ અને તેનાથી જોડાયેલા પૂર્વ અરબ સાગરમાં ચોમાસાના વાદળો જોવા મળી રહ્યા છે.