આખરે દેશ ની પ્રાઇવેટ ટ્રેન ને મંદી નું ગ્રહણ લાગ્યુ છે અને અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી તેજસ એક્સપ્રેસનું સંચાલન 24 નવેમ્બરથી બંધ થઇ જશે.
દિલ્હી-લખનૌ અને અમદાવાદ-મુંબઇ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસ ટ્રેનોને અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરી દેવામાં આવી છે. આ તેજસને ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) દ્વારા સંચાલિત કરવામાં આવે છે.
દિલ્હીથી લખનૌ વચ્ચે ચાલતી તેજસ એક્સપ્રેસનું સંચાલન 23 નવેમ્બરથી બંધ થશે અને અમદાવાદ-મુંબઇ વચ્ચેની તેજસ એક્સપ્રેસ 24 નવેમ્બરથી બંધ થશે.
આ બંને રૂટ પર દોડતી રેલવેની અન્ય ટ્રેનોમાં યાત્રીની સંખ્યાની સમીક્ષા કર્યા બાદ IRCTC તેજસને ફરીથી ચલાવવા અંગે નિર્ણય લેશે. આ ટ્રેનમાં કુલ 736 સીટ છે. પરંતુ આ સમયે તેમાં માત્ર 25%-40% સીટ્સ જ બુક થઈ રહી હતી. જ્યારે લોકડાઉન પહેલાં તેમાં 50%થી 80% સીટ બુક થઈ જતી હતી.