લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણાના મહેન્દ્રગઢમાં ગુરુવારે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસ એકદમ કોમવાદી, જાતિવાદી અને પરિવારવાદી છે. કોંગ્રેસ સત્તા પર હતી ત્યાં સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થઈ શક્યું નહોતું. હવે તે સત્તા પર આવશે તો દેશમાં 'રામ રામ' બોલનારા લોકોને પણ જેલમાં ધકેલી દેશે.