જે પક્ષો ઇલેકટ્રોનિક વોટિંગ મશીન (ઇવીએમ)ની વિશ્વસનીયતા સામે ફરિયાદ કરી છે તે જ પક્ષોએ આ જ ઇવીએમથી જીત મેળવી છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઇસી) રાજીવ કુમારે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ માયવતીએ ઇવીએમની વિશ્વસનીયતા સામે પ્રશ્રો ઉઠાવ્યા હતાં અને બેલેટ પેપરથી મતદાન કરાવવાની માગ કરી હતી.
ઇવીએમની વિશ્વસનીયતા સામે વારેવાર ઉઠતી ફરિયાદો અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્રના જવાબમાં કુમારે જણાવ્યું હતું કે જો ઇવીએમ બોલી શકતા તો કહેતા કે 'જીસને તેરે સર પર તોહમત રખી હે, મેને ઉસકે ભી ઘર કી લાજ રખી હે'.