અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કાર્ય જોર-શોરથી ચાલી રહ્યું છે. તે લગભગ પૂર્ણ થવા આવ્યું છે. ૨૨ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામ સીતામાતા અને લક્ષ્મણજીની મૂર્તિઓની વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રાણ-પ્રતિષ્ઠા થવાની છે. તે સમયે ભારતની દિગ્ગજ હસ્તિઓ ઉપસ્થિત રહેશે. તેવે સમયે 'શ્રી રામ મંદિર આંદોલન'નાં અગ્રીમ નેતા ઉમા ભારતીએ કોંગ્રેસીઓ અને ડાબેરીઓ તથા જે કોઈ મંદિર નિર્માણનો વિરોધ કરી રહ્યા છે તેઓને સલાહ આપી છે કે 'ભલે નિમંત્રણ ન હોય તેમ છતાં તેઓ અયોધ્યા જાય, સરયુમાં ડૂબકી મારી પવિત્ર થાય અને પછી કાનપટ્ટી પકડી ભગવાન શ્રી રામ સમક્ષ માફી માગી, તેઓનાં પાપનું પ્રાયશ્ચિત કરે.