ગુજરાતમાં ચૂંટણી હોય કે ના હોય, પાર્ટીના નેતાઓ અને કાર્યકરોએ પ્રજા સાથે જીવંત સંપર્ક બનાવી રાખવો જોઇએ તેવી શીખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપી છે. ગુજરાત ભાજપના કાર્યાલય કમલમમાં 400થી વધુ પ્રદેશ નેતાઓને માર્ગદર્શન આપતાં તેમણે જણાવ્યું હતું કે સંગઠનના માધ્યમથી લોકોનો સંપર્ક કરી તેમની સેવા કરતા રહેવું જોઇએ.
રાજ્યમાં વર્ષની આખરમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. પાંચ રાજ્યોની ચૂંટણી પછી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કમલમમાં 430 જેટલા આમંત્રિત પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે રાજ્યમાં મિશન 2022નો પ્રારંભ કર્યો છે. મોદીએ સરકારના મંત્રીઓ, પ્રદેશ પદાધિકારીઓ, ભાજપના સંસદસભ્યો અને ધારાસભ્યોને ચૂંટણી માટેનો વિજય મંત્ર આપ્યો હતો.