Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

રાજ્યમાં ભારત સરકારના નોટિફિકેશન મુજબ આવતીકાલથી કન્ટેઇનમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં છૂટક દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. આ નિર્ણય લાગુ થાય તે પહેલાં રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ નાગરિકોને ખાસ અપીલ કરી છે કે સરકારે છૂટ ભલે આપી હોય, લૉકડાઉન લાગુ છે, કલમ 144 અમલમાં છે. 4 કરતા વધારે લોકો એકઠા થશે તો પોલીસ કાર્યવાહી કરશે.

શિવાનંદ ઝાએ પત્રકારોને કાયદો અને વ્યવસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે ‘ સરકારે આપેલી છૂટ મુજબ દુકાનો ખોલી શકાશે પરંતુ લૉકડાઉન લાગું છે. લોકોએ ટોળે વળવું નહીં. તમે બાઇક પર સિંગલ સવારી જ નીકળી શકશો અને ફોર વ્હિલર વાહનમાં બેથી વધુ વ્યક્તિ નહીં ફરી શકે. પોલીસ લૉકડાઉનનો કડકાઈથી અમલ કરાવશે.રાજ્યમાં ગઈકાલથી આજ સુધી જાહેરનામાના ભંગના 2263 ગુના નોંધાયા છે. રાજ્યમાં ક્વૉરન્ટીન કરાયેલા લોકોએ તેનો ભંગ કર્યો હોય તેવા ગુના 991 નોંધાયા છે. જ્યારે અન્ય 413 ગુનાઓ રાયોટિંગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટના ભંગ બદલ નોંધાયા છે.

ગઈકાલથી આજ સુધીમાં 4500 આરોપીઓની અટક થઈ છે જ્યારે 3599 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ડ્રોનની મદદથી 376 ગુનાઓ નોંધ્યા છે, જ્યારે CCTV ફૂટેજના આધારે 79 ગુનાઓ નોંધ્યા છે. પોલીસે અફવા ફેલાવા અંગેના 20 ગુના નોંધ્યા છે.પોલીસે લૉકડાઉનના ભંગ બદલ રાજ્યમાં સોસાયટીઓના CCTV ચેક કરી અને ગુનાઓ નોંધવાનું શરૂ કર્યુ છે. પોલીસે આ અંગે 275 ગુનાઓ ગઈકાલથી આજ સુધીમાં જદાખલ કર્યા હતા અને 444 લોકોની અટકાયત કરી હતી.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ