યુપી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે સદસ્યતા અભિયાન થકી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે.
આ પ્રસંગે હાજર રહેલા ગૃહ મંત્રી અમિત શાહે કાર્યકરોને સંબોધન કરતા કહ્યુ હતુ કે, પહેલા યુપીના દરેક જિલ્લામાં બે થી ત્રણ બાહુબલીઓ દેખાતા હતા.આજે દુરબીને લઈને શોધવાથી પણ બાહુબલીઓ દેખાતા નથી. 16 વર્ષની બાળકી પણ દાગીના પહેરીને રાત્રે બાર વાગ્યે રસ્તા પર નિકળી શકે છે.
તેમણે કહ્યુ હતુ કે, યુપી કાશી વિશ્વનાથ, ભગવાન રામ-કૃષ્ણ-બુધ્ધ, રાજા સુહેલદેવ અને કબીરની ભૂમિ છે. ભાજપે યુપીને તેની ઓળખ આપી છે. ભાજપે સાબિત કર્યુ છે કે, સરકાર ગરીબમાં ગરીબ વ્યક્તિ માટે પણ હોય છે. દેશના આગળ પડતા રાજ્ય તરીકે યુપીનો વિકાસ રહ્યો છે.