ભારતની વર્તમાન એફઓબી નિકાસ પડતર ૨૬૦ ડોલર અમેરિકા ૧૬૫ ડોલરમાં વેચે છે
ઈલેકશન વર્ષમાં સરકાર ૫ લાખ ટન ટેરીફ રેટ (આયાત) ક્વોટા પર નિર્ણય કરવાની સ્થિતિમાં નથી
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા. ૧૦ ચોમાસાની ભારતમાંથી વહેલી વિદાય અને રવિ મકાઈ પાક માટે જોઈતો જમીનમાં સંગ્રહાયેલો ભેજ અપૂરતો હોવાથી, વાવેતર ઓછું થવાથી રવિ પાકમાં મોટી પોલ સર્જાવાનો ભય ઉભો થયો છે. કર્નાટકનાં એક નિકાસકારે કરેલા તાજા સર્વેને જો માન્ય રાખીએ તો રવિ મકાઈ પાક ૫૫થી ૬૦ લાખ ટન કરતા વધુ નહી આવે, જે ગતવર્ષે ૭૦થી ૭૫ લાખ ટન થઇ. અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)એ ભારતનો રવિ અને ખરીફ મકાઈ પાકનો અંદાજ ૨૬૦ લાખ ટન મુક્યો છે. ભારત સરકારે ખરીફ મકાઈ પાકનું અનુમાન ૨૧૦.૪૬ લાખ ટન મુક્યા છે (ગતવર્ષે ૧૯૧.૪૭ લાખ ટન), જેની સાથે ખેડૂત લોબી, ટ્રેડરો અને વરાશકારો સહમત નથી.
અમેરિકન ગ્રેન કાઉન્સીલની ભારતીય ઓફીસના વડા અમિત સચદેવ કહે છે કે નબળા રવિપાકની આંકડાબાજી જે હોય તે પણ ભારતમાં મકાઈ આયાત કે નિકાસ બન્નેમાંથી કોઈની સંભાવના ૨૦૧૯મા નથી. કારણ કે દક્ષીણના રાજ્યોમાં અત્યારે ટન દીઠ રૂ. ૧૮૦૦૦નો ભાવ ગણીએ તો ભારતની વર્તમાન એફઓબી નિકાસ પડતર ૨૬૦ ડોલર આસપાસની છે. અમેરિકન મકાઈ આજે જાન્યુઆરી ડીલીવરી ૧૬૫ ડોલર અને માર્ચ શિપમેન્ટ ૧૭૨ ડોલર એફઓબી બોલાય છે. ભારતનો વપરાશ ૨૪૦થી ૨૫૦ લાખ ટન ગણીએ તો ઓછા રવિ પાક છતાં અહી મોટી અછત સર્જાવાનો ભય પણ નથી.
ભારતમાં અત્યારે ઈલેકશનનું વર્ષ ચાલે છે, તેથી સરકાર પણ ૫ લાખ ટન ટેરીફ રેટ (નિકાસ) ક્વોટા (ટીઆરકયુ) પર કોઈ નિર્ણય કરવાની સ્થિતિમાં પણ નથી. વળી કમર્સિયલ મકાઈ આયાત પર ૬૦ ટકા આયાત જકાત હોવાથી અમેરિકામાં ૧૦૦ ડોલર નીચા એફઓબી ભાવે મળતી મકાઈની અહી આયાત પડતર બેસે તેમ નથી. નબળા પાકને લીધે જો સરકાર ટીઆરકયુ જાહેર કરે તો, ખેડૂતો અને સ્ટોક હોલ્ડરોની નારાજગી, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પછી સરકાર પ્રત્યે નારાજગી વધી શકે છે. અલબત્ત, સરકારે પણ લઘુત્તમ ટેકાના ભાવે મકાઈની ખાસ કોઈ ખરીદી કરી નથી. સાથે જ ભારતીય ટ્રેડરો અને ખેડૂતોનો હોલ્ડીંગ પાવર વધુ હોવાથી સ્ટોકના માલો પરની પકડ મજબુત છે, જો ભાવ વધુ પડતા ઉંચે જશે તો, સ્ટોકના માલો બજારમાં ઠલવાઈ શકે છે.
મુંબઈના એક અનાજ આયાત-નિકાસકાર કહે છે કે જાગતિક બજારમાં મોટી તેજીને અત્યારે અવકાશ નથી. અમેરિકન ખેડૂતો સોયાબીનની કેટલીક જમીન છેલી ઘડીએ મકાઈ તરફ વાળવા લાગ્યા છે. બ્રાઝીલનો નવો બંપર પાક માથે છે અને તેની પાસે વિક્રમ પુરાંત સ્ટોક પડ્યો છે. આર્જેન્ટીનાનો મોટો મકાઈ પાક બજારમાં આવવા લાગ્યો છે. યુક્રેનની આઈએમસી કંપનીનાં અહેવાલ મુજબ આ વર્ષે મકાઈની હેક્ટર દીઠ યીલ્ડ (ઉપજ) ૧૧ વર્ષનો વિક્રમ તોડીને સરેરાશ ૧૧.૧ ટન આવશે, ભારતની યીલ્ડ માત્ર ૨ ટન છે. યુક્રેનનો પાક ૩૩ ટકા વધુ અને વિક્રમ અંદાજવામાં આવી રહ્યો છે. આ બધું જોતા જાગતિક બજારમાં લાંબાગાળાની મંદીનો ટોન જોવાય છે. ભારતમાં માંગ પુરવઠાનું બેલેન્સીંગ જોઈએ તો વિદેશની તેજી વગર અહી મોટી તેજી સંભવિત નથી.
વૈશ્વિક કૃષિ અને અન્ય બજારમાં અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ સમસ્યાનો પ્રભાવ જારી છે. અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ વિરામના આખરી કરાર ન થાય ત્યાં સુધી મકાઈમાં મોટી તેજી શક્ય નથી. શુક્રવારે સીબીઓટી માર્ચ મકાઈ વાયદો ઘટીને ૩.૮૨ ડોલર પ્રતિ બુશેલ મુકાયો હતો. મકાઈને નીચે જવામાં ઘઉં અને સોયાબીનનો પણ સપોર્ટ રહ્યો છે.
ભારતની વર્તમાન એફઓબી નિકાસ પડતર ૨૬૦ ડોલર અમેરિકા ૧૬૫ ડોલરમાં વેચે છે
ઈલેકશન વર્ષમાં સરકાર ૫ લાખ ટન ટેરીફ રેટ (આયાત) ક્વોટા પર નિર્ણય કરવાની સ્થિતિમાં નથી
ઈબ્રાહીમ પટેલ
મુંબઈ, તા. ૧૦ ચોમાસાની ભારતમાંથી વહેલી વિદાય અને રવિ મકાઈ પાક માટે જોઈતો જમીનમાં સંગ્રહાયેલો ભેજ અપૂરતો હોવાથી, વાવેતર ઓછું થવાથી રવિ પાકમાં મોટી પોલ સર્જાવાનો ભય ઉભો થયો છે. કર્નાટકનાં એક નિકાસકારે કરેલા તાજા સર્વેને જો માન્ય રાખીએ તો રવિ મકાઈ પાક ૫૫થી ૬૦ લાખ ટન કરતા વધુ નહી આવે, જે ગતવર્ષે ૭૦થી ૭૫ લાખ ટન થઇ. અમેરિકન કૃષિ મંત્રાલય (યુએસડીએ)એ ભારતનો રવિ અને ખરીફ મકાઈ પાકનો અંદાજ ૨૬૦ લાખ ટન મુક્યો છે. ભારત સરકારે ખરીફ મકાઈ પાકનું અનુમાન ૨૧૦.૪૬ લાખ ટન મુક્યા છે (ગતવર્ષે ૧૯૧.૪૭ લાખ ટન), જેની સાથે ખેડૂત લોબી, ટ્રેડરો અને વરાશકારો સહમત નથી.
અમેરિકન ગ્રેન કાઉન્સીલની ભારતીય ઓફીસના વડા અમિત સચદેવ કહે છે કે નબળા રવિપાકની આંકડાબાજી જે હોય તે પણ ભારતમાં મકાઈ આયાત કે નિકાસ બન્નેમાંથી કોઈની સંભાવના ૨૦૧૯મા નથી. કારણ કે દક્ષીણના રાજ્યોમાં અત્યારે ટન દીઠ રૂ. ૧૮૦૦૦નો ભાવ ગણીએ તો ભારતની વર્તમાન એફઓબી નિકાસ પડતર ૨૬૦ ડોલર આસપાસની છે. અમેરિકન મકાઈ આજે જાન્યુઆરી ડીલીવરી ૧૬૫ ડોલર અને માર્ચ શિપમેન્ટ ૧૭૨ ડોલર એફઓબી બોલાય છે. ભારતનો વપરાશ ૨૪૦થી ૨૫૦ લાખ ટન ગણીએ તો ઓછા રવિ પાક છતાં અહી મોટી અછત સર્જાવાનો ભય પણ નથી.
ભારતમાં અત્યારે ઈલેકશનનું વર્ષ ચાલે છે, તેથી સરકાર પણ ૫ લાખ ટન ટેરીફ રેટ (નિકાસ) ક્વોટા (ટીઆરકયુ) પર કોઈ નિર્ણય કરવાની સ્થિતિમાં પણ નથી. વળી કમર્સિયલ મકાઈ આયાત પર ૬૦ ટકા આયાત જકાત હોવાથી અમેરિકામાં ૧૦૦ ડોલર નીચા એફઓબી ભાવે મળતી મકાઈની અહી આયાત પડતર બેસે તેમ નથી. નબળા પાકને લીધે જો સરકાર ટીઆરકયુ જાહેર કરે તો, ખેડૂતો અને સ્ટોક હોલ્ડરોની નારાજગી, પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામો પછી સરકાર પ્રત્યે નારાજગી વધી શકે છે. અલબત્ત, સરકારે પણ લઘુત્તમ ટેકાના ભાવે મકાઈની ખાસ કોઈ ખરીદી કરી નથી. સાથે જ ભારતીય ટ્રેડરો અને ખેડૂતોનો હોલ્ડીંગ પાવર વધુ હોવાથી સ્ટોકના માલો પરની પકડ મજબુત છે, જો ભાવ વધુ પડતા ઉંચે જશે તો, સ્ટોકના માલો બજારમાં ઠલવાઈ શકે છે.
મુંબઈના એક અનાજ આયાત-નિકાસકાર કહે છે કે જાગતિક બજારમાં મોટી તેજીને અત્યારે અવકાશ નથી. અમેરિકન ખેડૂતો સોયાબીનની કેટલીક જમીન છેલી ઘડીએ મકાઈ તરફ વાળવા લાગ્યા છે. બ્રાઝીલનો નવો બંપર પાક માથે છે અને તેની પાસે વિક્રમ પુરાંત સ્ટોક પડ્યો છે. આર્જેન્ટીનાનો મોટો મકાઈ પાક બજારમાં આવવા લાગ્યો છે. યુક્રેનની આઈએમસી કંપનીનાં અહેવાલ મુજબ આ વર્ષે મકાઈની હેક્ટર દીઠ યીલ્ડ (ઉપજ) ૧૧ વર્ષનો વિક્રમ તોડીને સરેરાશ ૧૧.૧ ટન આવશે, ભારતની યીલ્ડ માત્ર ૨ ટન છે. યુક્રેનનો પાક ૩૩ ટકા વધુ અને વિક્રમ અંદાજવામાં આવી રહ્યો છે. આ બધું જોતા જાગતિક બજારમાં લાંબાગાળાની મંદીનો ટોન જોવાય છે. ભારતમાં માંગ પુરવઠાનું બેલેન્સીંગ જોઈએ તો વિદેશની તેજી વગર અહી મોટી તેજી સંભવિત નથી.
વૈશ્વિક કૃષિ અને અન્ય બજારમાં અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ સમસ્યાનો પ્રભાવ જારી છે<