નોકરીના મુદ્દે ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે બધાને સરકારી નોકરી આપવી ભગવાનના હાથમાં પણ નથી. સ્વંયપૂર્ણ મિત્ર આઉટરીચ પહેલને લોન્ચ કર્યા પછી પ્રમોદ સાવંતે પંચાયત પ્રતિનિધિઓ સાથેની વાતચીતમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું કે બધાને સરકારી નોકરી આપવી સંભવ નથી. જો કાલે ભગવાન પણ મુખ્યમંત્રી બની જાય તો પણ બધાને નોકરી આપવી સંભવ બનશે નહીં. સાવંતે રાજ્યના ગામના લોકોને રોજગાર આપવા માટે સ્વંયપૂર્ણ મિત્ર પહેલની શરૂઆત કરી છે. તમને જણાવી દઈએ કે સરકારની પહેલ અંતર્ગત ગોવામાં સ્વંયપૂર્ણ મિત્ર ગેજેટેડ ઓફિસર પંચાયતોનો પ્રવાસ કરશે અને વિકાસ સંબંધી યોજનાને જમીની સ્તર પર લાગુ કરશે.