ચાર દિવસની મેરેથોન વાટાઘાટો પછી યુરોપિયન સંઘના 27 દેશોના નેતાઓ વચ્ચે કોરોનાના રાહત પેકેજ અંગે સમજૂતિ થઈ હતી. યુરોપિયન સંઘે 855 અબજ ડોલરનું ફંડ ફાળવ્યું હતું. આ ફંડને યુરોપિયન સંઘના નેતાઓએ ઐતિહાસિક ગણાવ્યું હતું અને એ સંઘની એકતાના કારણે શક્ય બન્યું હોવાનું કહ્યું હતું. સાત વર્ષ માટે કોરોના પ્રભાવિત દેશોને આ ફંડમાંથી સહાય અપાશે.
નિર્ણય બાદ બેલ્જિયમના વડાપ્રધાન સોફી વિલ્મેસે કહ્યુ કે, આ પહેલા ક્યારે પણ યુરોપીયન યુનિયને ભવિષ્યમાં આ પ્રકારનુ રોકાણ નથી કર્યુ. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંનુ કહેવુ હતું કે આના પરિણામ ઐતિહાસિક આવશે.
જર્મન ચાન્સલર એન્જેલા મર્કેલનું કહેવુ હતું કે આ અસાધારણ મહામારી છે જે આપણા સૌ સુધી પહોંચી ચૂકી છે, આ માટે અસાધારણ અને નવા ઉપોયો શોધવાની જરુર છે.