ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે રોગચાળો માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3,334 કેસ નોંધાયા છે. માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યૂના (Dengue) કેસમાં ચાર ગણો વધારો થયો છે. તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.