દેશમાં નોકરિયાત વર્ગના પ્રોવિડન્ટ ફંડ અને પેન્શનના નાણાનો વહીવટ કરતી સંસ્થા એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ના આંતરિક ઓડિટમાં ભારે ગેરરીતિ અને છેતરપિંડી સામે આવી છે. EPFO દ્વારા દેશના કરોડો નોકરિયાત લોકોના રૂપિયા ૧૧ લાખ કરોડનાં ભંડોળનો વહીવટ કરવામાં આવે છે અને આ ભંડોળમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. નોકરિયાત વર્ગના રિટાયરમેન્ટ ફંડના વહીવટમાં ગંભીર ગેરરીતિ અને છેતરપિંડી ચાલી રહ્યાં હોવાના સ્પષ્ટ પુરાવા EPFOના ઇન્ટરનલ ઓડિટમાં મળી આવ્યા છે. આ ગેરરીતિઓ અને છેતરપિંડીના કારણે EPFOના ભંડોળ પર મોટું જોખમ સર્જાયું છે. મોટી ગેરરીતિઓ દર્શાવે છે કે સામાન્ય જનતાના નાણાનો અપરાધિક દુરુપયોગ થઈ રહ્યો છે.