શ્રમ મંત્રાલય સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓએ શ્રમ વિભાગ સાથે સંકળાયેલી સંસદીય સમિતિને ઇપીએફઓ જેવા પેન્શન ફંડને વ્યવહારિક બનાવવા માટે વર્તમાન વ્યવસ્થાને ખતમ કરવા સૂચવ્યું છે. અધિકારીઓએ સુનિશ્ચિત લાભોને સ્થાને સુનિશ્ચિત પીએફ ફાળા જેવી વ્યવસ્થા અપનાવવા પર ભાર મૂક્યો છે. અર્થાત પીએફ સંગઠનના સભ્યને તેના અંશદાન કે ફાળા મુજબ લાભ મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ અધિકારીઓએ ગુરુવારે સંસદીય સમિતિને જણાવ્યું કે ઇપીએફઓ પાસે ૨૩ લાખથી વધુ પેન્શનર છે કે જેમને દર મહિને ૧૦૦૦ પેન્શન મળે છે, પરંતુ પીએફમાં તેમનું માસિક યોગદાન મળી રહેલા પેન્શનને મુકાબલે ચોથા ભાગ બરોબરનું હતું. અધિકારીઓ દલીલ કરી રહ્યા છે કે ફાળા આધારે પેન્શન સુનિશ્ચિત કરવામાં નહીં આવે તો સરકાર માટે લાંબા સમય સુધી વર્તમાન વ્યવસ્થાને જાળવવી વ્યવહારિક નહીં રહે.