શ્રમ મંત્રાલયના એક રીલીઝ મુજબ એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશનની રજૂઆતોને પગલે વેતનની વિગતો અપલોડ કરવાની સમયમર્યાદા 30 સપ્ટેમ્બરના રોજ લંબાવવામાં આવી હતી. આ તારીખ વધુ લંબાવી 31 ડિસેમ્બર 2023 સુધી સમય આપવામાં આવ્યો છે.
“હવે, ફરીથી એમ્પ્લોયરો અને એમ્પ્લોયર્સ એસોસિએશન તરફથી ઘણી રજૂઆતો પ્રાપ્ત થઈ છે જેમાં અરજદાર પેન્શનરો / સભ્યોની વેતન વિગતો અપલોડ કરવા માટે વધુ સમયગાળો વધારવા વિનંતી કરવામાં આવી છે. 29 સપ્ટેમ્બર, 2023 સુધીમાં સંયુક્ત વિકલ્પોની માન્યતા માટેની 5.52 લાખ અરજીઓ હજુ પણ નોકરીદાતાઓ પાસે પેન્ડિંગ છે તેમ ” શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું.