કર્મચારી ભવિષ્યનિધિ સંગઠન(EPFO) દેશભરના કરોડો નોકરિયાતોને નવી સુવિધા આપવા જઈ રહ્યુ છે. જે પ્રમાણે આગામી નાણાકીય વર્ષથી નોકરી બદલનારા વ્યક્તિએ પોતાની પીએફની રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી નહી કરવી પડે.આ કાર્યવાહી આપોઆપ થઈ જશે.
જણાવી દઈએ કે, હાલમાં કર્મચારીઓને યુનિવર્સિલ એકાઉન્ટ નંબર આપવામાં આવે છે પરંતુ જ્યારે તે નોકરી બદલે ત્યારે પીએફની રકમ નવી નોકરીના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવા માટે અરજી કરવી પડે છે.
દર વર્ષે ઈપીએફઓને આવી આઠ લાખ અરજીઓ મળતી હોય છે. જોકે ઈપીએફઓ દ્વારા આ બાબત પર ધ્યાન આપવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં પીએફ રકમની ઓટોમેટિક ટ્રાન્સફર માટેની યોજના પર કામ ચાલી રહ્યુ છે.
નવી સિસ્ટમ મુજબ જયારે કર્મચારી કોઈ નવી સંસ્થામાં નોકરી માટે જોડાશે અને પીએફ રિટર્ન ફાઈલ કરશે. જેમાં કર્મચારીનો યુનિક નંબર પણ સામેલ હશે. તેની સાથે જ ઈપીએફ રકમ અને તેની પરનુ વ્યાજ ટ્રાન્સફર થઈ જશે.