કોરોના વાઇરસના જુદા જુદા વેરિઅન્ટ સામે આવી રહ્યા છે. જેમાં હાલ સૌથી ખતરનાક વેરિઅન્ટ એક્સબીબી.૧.૫ વેરિઅન્ટના કેસો અમેરિકામાં વધી રહ્યા છે. અગાઉ સામે આવેલા બીક્યુ૧ વેરિઅન્ટ કરતા આ નવો વેરિઅન્ટ ૧૨૦ ગણો વધુ ઝડપથી ફેલાય છે તેથી તેને વધુ ખતરનાક માનવામાં આવે છે. અમેરિકામાં આ વેરિઅન્ટ ઝડપથી ફેલાઇ રહ્યો છે ત્યારે ભારતમાં આ નવા વેરિઅન્ટનો પ્રથમ કેસ ગુજરાતમાં સામે આવ્યો હતો.