મહારાષ્ટ્રમાં ચૂંટણી (Maharashtra Election) નું બ્યુગલ વાગી ગયું છે. રાજ્યની 288 વિધાનસભા બેઠકો માટે 20 નવેમ્બરે મતદાન (Voting) થવાનું છે, જ્યારે પરિણામ 23 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આ વચ્ચે, મુંબઈમાં એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. MNS ના અધ્યક્ષ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે (Amit Thackeray) મુંબઇથી ચૂંટણીમાં ઉતરવા માટે તૈયાર છે. તેમની ઉમેદવારી માટે 2 બેઠકઓ પર ચર્ચા ચાલી રહી છે, અને હવે તેમના માટે આ બેમાંથી કઈ બેઠક પસંદ કરવામાં આવશે તે અંગે વિચારણા થઈ રહી છે.