કોરોનાને આપણે સદીના શાપિત સમય તરીકે કદાચ યાદ રાખવાનું ઘણા નક્કી કરશે પણ દરેક સમયનો અર્થ તેને કેવી રીતે ગ્રહણ કરો તેના આધારે છે. બીજા વિશ્વયુદ્ધના ભીષણ સમયમાંથી અનેક પ્રકારનું સાહિત્ય સર્જાયું અને તે વૈશ્વિક આંદોલન રૂપે સ્વીકારાયું. એ યુદ્ધને કારણે નવા નાટક આવ્યા, એના વિષય લઈ અવિસ્મરણીય ફિલ્મો બની. આપણા પન્નાલાલ પટેલે પણ છપ્પનીયા દુષ્કાળમાંથી 'માનવીની ભવાઈ' જેવી કૃતિ સર્જી. કોરોના અને તેના પ્રતાપે આવેલા લોકડાઉનના કારણે પણ કેટલીક નવલકથા થઈ, કવિતા થઈ, કેટલીક નાટ્યસ્પર્ધાનો વિષય આ લોકડાઉને આપેલો સમય બન્યો.
કલા પ્રતિષ્ઠાનના રમણીક ઝાપડિયા એક સદા કલ્પનાશીલ સંયોજક છે. તેમણે આ લોકડાઉનના 60 દિવસોમાં ચિત્રકારોને આહ્વાન કર્યું કે અમે તમને કેનવાસ આપીએ, રંગ આપીએ તમે ચિત્રો બનાવો. ઘરે બેઠેલા ચિત્રકારો પાસે સમય હતો અને કળાનું આહ્વાન થયું. પણ જેવા ચિત્રકારોએ કેનવાસ પર કોરોના સમયની અનેક દ્રશ્ય સ્મૃતિ રંગરેખા અવકાશમાં આલેખી દીધી. કલા પ્રતિષ્ઠાને એ કલાકારો માટે 3 લાખ 11 હજાર રૂપિયા પણ ફાળવ્યા. આ રાશિ કલાગુરુ જશુભાઈ નાયક કલાનિધિ ફંડ અને ચિત્રકાર કાંતિસેન શ્રોફ આર્ટ ફાઉન્ડેશનનાં સહયોગથી કલાઆયોજનનો ભાગ બની. આખા ઉપક્રમનું નામ 'રંગભેર આનંદ ભયો' આપવામાં આવ્યું.
બાવન ચિત્રકારોએ કોરોના લોકડાઉનમાં મહત્વની ભૂમિકા ભજવનારા વૉરિયર્સને સ્થાન આપ્યું. ડૉકટરો અને પોલીસ તેમાં મુખ્ય વિષય બને તે સ્વાભાવિક હતું. પણ કોરોનાએ સર્જેલા ભય અને વિષાદ પણ તેમાં સ્થાન પામ્યા. કોઈ ચિત્રમાં સિંઘમની અદામાં કોરોના સામે લડતાં પોલીસને ય દર્શાવાયા. કોઈમાં લોકડાઉનમાં સપડાયેલાની જઠરાગ્નિ ઠારવાના પુણ્યકાર્યમાં સક્રિય પોલીસ પણ છે. કોઈમાં ડૉક્ટર પોલીસને બન્નેના સમન્વયમાં જાણે શિવકાર્ય થયું હોય એવા સંકેત પણ છે. એકમાં કોરોનાનો ભાર જાણે કાવડ બની ગયો છે ને ડોક્ટર શ્રવણ બની તેનું વહન કરે છે. તેની પર એ કારણે પુષ્પવર્ષા થઈ રહી છે ને એ ઝીલનારા પોલીસ પણ છે. એકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ છે ને ઢોલ પીટાઈ રહ્યો છે જાગો રે જાગો! આ બધી લોકપ્રિય ઇમેજીસ છે જે અને તેથી આ કોઈ ઉત્તમકળાના નમૂના બને એવી ય આ ચિત્રકૃતિઓ નથી. વાસ્તવમાં આ આખું આયોજન વર્તમાન સમયને ઝીલવા માટે હતું. એક રીતે કહો તો આ કોરોના લોકડાઉન સમયનો રંગમય દસ્તાવેજ છે. કલા પ્રતિષ્ઠાન આવું આયોજન કરે તેનું મહત્વ મોટું છે ને એ નિમિત્તે કૃતિ મળી તેનું દસ્તાવેજી મૂલ્ય છે.