અમેરિકામાં કરવામાં આવેલા એક અભ્યાસમાં રિસર્ચરોએ જણાવ્યું કે ભારતમાં હિંદીમાં કરવામાં આવેલી ટ્વિટ લોકપ્રિયતા મેળવે છે. રિસર્ચમાં એક ભારતીય પણ સામેલ હતો. મિશિગન યુનિવર્સિટીના લિઝ બોજાર્થ અને જોયોજીત પાલ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જણાવવામાં આવ્યું છે કે 2014માં ભારતમાં સોશિયલ મીડિયાનો કોન્સેપ્ટ વિક્સિત થયો અને જ્યારે અંગ્રેજી બોલનારી શહેરી વસ્તી જ મોટાભાગે ટ્વિટર પર ટ્વિટ કરતી હતી.
રિસર્ચમાં કહેવાયું છે કે અંગ્રેજીની સરખામણીમાં ભારતમાં હિંદીમાં કરવામાં આવેલી ટ્વિટને વધુ પસંદ કરાય છે અને શેર કરવામાં આવે છે. આ ફેરફારનો એક મહત્વનો સંકેત એ પણ છે કે ગત વર્ષ ભારતીય રાજનીતિજ્ઞોની સૌથી વધુ રિટ્વિટ કરાયેલી 15 ટ્વિટ્સમાંથી 11 ટ્વિટ્સ હિંદીમાં હતી.
રિસર્ચના પ્રમુખ લેખક અને વિવિ સ્કૂલ ઓફ ઈન્ફોર્મેશનના સહાયક પ્રોફેશર પાલે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીના સત્તામાં આવ્યાં બાદથી સોશિયલ મીડિયામાં મહત્વનું પરિવર્તન જોવા મળ્યું છે કારણ કે ત્યારબાદ અન્ય પાર્ટીઓને સોશિયલ મીડિયાની ભૂમિકાનું મહત્વ જાણવા મળ્યું.