વર્લ્ડ કપ ક્રિકેટના ઇતિહાસના સૌથી રોમાંચક મુકાબલામાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. ન્યૂઝીલેન્ડ અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ખાતે રવિવારે રમાયેલી ફાઇનલમાં ઇંગ્લેન્ડે સુપર ઓવરમાં પણ ટાઇ સર્જાયા બાદ મેચમાં વધારે બાઉન્ડ્રી લગાવ્યાના જોરે વર્લ્ડ કપ જીત્યો હતો.
ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યા બાદ ઇંગ્લેન્ડ પહેલી વખત વર્લ્ડ કપ જીત્યું છે. ન્યૂઝીલેન્ડે પહેલી બેટિંગ કરતા 241 રન ફટકાર્યા હતાં. જેના જવાબમાં ઇંગ્લેન્ડ પણ 50 ઓવર્સના અંતે 241 રને ઓલઆઉટ થઇ જતાં મેચ ટાઇ થઇ હતી. બાદમાં સુપર ઓવર રમાડવામાં આવી. જેમાં ઇંગ્લેન્ડે 15 રન ફટકારતા ન્યૂઝીલેન્ડ સામે 16 રનનું ટાર્ગેટ રાખ્યું હતું. પરંતુ સુપર ઓવરમાં પણ ન્યૂઝીલેન્ડે 15 રન કરતા મેચ ફરી વખત ટાઇ થઇ હતી.
બાદમાં ઇંગ્લેન્ડને મેચમાં ન્યૂઝીલેન્ડ કરતા વધારે બાઉન્ડ્રી મારવાના કારણે વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ઇંગ્લેન્ડની ટીમે મેચમાં 26 બાઉન્ડ્રી લગાવી હતી જ્યારે ન્યૂઝીલેન્ડે 17 બાઉન્ડ્રી લગાવી હતી.